kavitao



  • માં,હવે શું તને એકલું લાગે છે?"

માં,હવે શું તને એકલું લાગે છે?
માં,હવે તને મારા વગર સુનું લાગે છે?

વર્ષો સુધી ટીપે-ટીપે લાગણીઓ તું મને પિવડાવતી,
રોજ સવારે જોઈ મને તું ચહેરો કેવો મલકાવતી,

સ્કુલે જતા વહાલ ભરેલી ચુમ્મિઓ મને આપતી,
ઘરે પાછો ના આવું ત્યાં સુધી ઝાંપે પહેરો રાખતી,

ગુલાબજાબુંની ચાસણી જેવી મમતા તું વરસાવતી,
દોડા-દોડી કરાવું તો ગુસ્સાથી આંખો કેવી તું કાઢતી,

રોજ જ મારું મનગમતું ને ભાવતું ભોજન બનાવતી,
રોટલી ઉપર ઘી રેડી રેડી ને બહું તું મને ખવડાવતી,

ઉડવાનું તું બળ આપતી ને ઉડતા પણ શીખવાડતી,
ઢળી ગયેલા સૂરજ પછીની પરોઢ બનવા જણાવતી,

આજે...જ્યારે હું ઉડી ગયો છું,
પરોઢ બનવા નીકળી ગયો છું,

ત્યારે...માં,શું તને એકલું લાગે છે?
માં,હવે તને મારા વગર સુનું લાગે છે?


  • ચલના હૈ દૂર મુસાફિર, કાહે સોવે રે…

ચેત અચેત નર સોચ બાવરે, બહુત નીંદ મત સોવે રે,
કામ ક્રોધ મદ લોભ મેં ફંસકર, ઉમરીયા કાહે ખોવે રે… ચલના હૈ

શિર પર માયા મોહ કી ગઠરી, સંગ દૂત તેરે હોવે રે,
સો ગઠરી તેરી બિચમેં છિન ગઈ, મૂંઢ પકડી કહાં રોવે રે… ચલના હૈ

રસ્તા તો વો દૂર કઠિન હૈ, ચલ બસ અકેલા હોવે રે,
સંગ સાથ તેરે કોઈ ના ચલેગા, કાકે ડગરીયા જોવે રે… ચલના હૈ

નદિયા ગહરી નાવ પુરાની, કેહિ વિધી પાર તું હોવે રે,
કહે કબીર સુનો ભાઈ સાધુ, વ્યાજ ધોકે મૂલ મત ખોવે રે… ચલના હૈ


  • તૂટી ગયેલી ડાળખી લીલાય પણ ક્યાંથી,
    ફૂલો બધાં છે શુષ્ક એ મ્હેકાય પણ ક્યાંથી.

    પાછા ભરી દેતે વસંતોના મુલાયમ રંગ,
    કાળો મળેલો કામળો રંગાય પણ ક્યાંથી.

    જો કે ઘણી પજવી રહી છે દર્દની પ્યાલી,
    આ શ્વાસ લેતી લાગણી ધરબાય પણ ક્યાંથી.

    ચારો તરફ વીંટાયલા છે ધુમ્મસી પર્દા,
    આ આંખડી યારો હવે છલકાય પણ ક્યાંથી

    કપડું વફા જો હોત તો સાંધી ફરી લેતે,
    આ પ્રેમનો પાલવ હવે સંધાય પણ કયાંથી
  • गुलों में रंग भरे, बाद-ए-नौबहार चले
    चले भी आओ कि गुलशन का करोबार चले

    क़फ़स उदास है यारो, सबा से कुछ तो कहो
    कहीं तो बहर-ए-ख़ुदा आज ज़िक्र-ए-यार चले

    कभी तो सुब्ह तेरे कुंज-ए-लब से हो आग़ाज़
    कभी तो शब सर-ए-काकुल से मुश्क-ए-बार चले

    बड़ा है दर्द का रिश्ता, ये दिल ग़रीब सही
    तुम्हारे नाम पे आयेंगे ग़मगुसार चले

    जो हम पे गुज़री सो गुज़री मगर शब -ए-हिज्राँ
    हमारे अश्क तेरी आक़बत सँवार चले

    हुज़ोओर-ए-यार हुई दफ़्तर-ए-जुनूँ की तलब
    गिरह में लेके गरेबाँ का तार तार चले

    मक़ाम ‘फैज़’ कोई राह में जचा ही नहीं
    जो कू-ए-यार से निकले तो सू-ए-दार चले
  • વ્હાલી વ્હાલી સંબોધી વ્હાલુ બોલે છે
    શબ્દો મધમાં મારી મારીને તોલે છે

    જાણું જુઠ્ઠું એ સાચાં જેવું બોલે છે
    તો પણ એ સાંભળતા મન મારું ડોલે છે
    ખંજર , કરવત કે તીર નથી હાથોમા
    પણઆંખોથી હોલે હોલે દિલને છોલે છે

    ખામોશીમાં બોલે છે આંખો તોફાની
    મેળામાં મારાં ભેદ બધાં એ ખોલે છે

    ‘સપનાં’માં મારાં સાજન આવે છે તેથી
    આંખો મારી મદનાં પ્યાલાઓ ઢોળે છે
  • તમારું સ્મિત જોઇ પાગલ બન્યો છું,
    કિનારો હવે જડતો નથી, મધદરિયે ડૂબ્યો છું,
    આપનું સ્મિત જ, હૃદયને ધબકતું રાખે છે,
    બાકી જીવવાનો કોઇ અભરખો હવે રહ્યો નથી.

    તમારું સ્મિત જોઇ પાગલ બન્યો છું,
    નથી ખબર રહેતી આ સંસાર તણી જીવવાની,
    રહી જાઉં છું, દંગ આપનું હૃદયસ્પર્શી સ્મિત જોઇ,
    ધ્યાન જ્યાં હોય ત્યાંથી, બેધ્યાન થાઉં છું.

    તમારું સ્મિત જોઇ પાગલ બન્યો છું,
    આપના સ્મિતમાં તો સંપૂર્ણ સંગીત સમાયેલું છે,
    અને દુનિયાનું દુ:ખ દૂર કરવાની પણ ચાવી જડેલી છે,
    નયન પણ ઠરતા નથી ને, જીવ પણ ધરાતો નથી જોઇ જોઇ સ્મિત આપનું,
    તમારું સ્મિત જોઇ પાગલ બન્યો છું.